• INR
Close

Books

  • Picture of Combo Pack Gujarati Books Set-4

Combo Pack Gujarati Books Set-4

Books In The Set : Pati-Patni No Divya Vyvahar (Abr.), Maa-Baap Chhokra No Vyvahar (Abr.), Pratikraman (Abr.), Vaani Vyvahaar Ma, Paisa No Vyvahar (Abr.) and Brahmcharya (Abr.)

Rs 170.00

Description

પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત)

જ્યાં લગ્નજીવનમાં અપેક્ષાઓ, મતભેદ, ઝગડા અને અંતે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યાં પતિ-પત્ની કેવી સમજણ કેળવી શકે જેથી દામ્પત્યજીવન ડગે નહીં અને સુખ-શાંતિ અકબંધ રહે તેની અત્યંત પ્રેક્ટિકલ ચાવીઓના ખજાનાની ઝલક એટલે આ પુસ્તક - પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત).

મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

જેમ જેમ જનરેશન ગેપની ખાઈ ઊંડી ને પહોળી થતી જાય છે, તેમ તેમ બાળકો અને મા-બાપનો એકબીજા માટેનો આદર અને સૂકાતો જાય છે. આવા ઉજ્જડ થઈ રહેલા ઘર-સંસારને ફરીથી હર્યોભર્યો કરવા આદર્શ પેરન્ટિંગ (parenting) માટે ક્યાંય ન મળે તેવી ટીપ્સ મેળવો આ પુસ્તક દ્વારા - મા-બાપ છોકરાનો વ્યવહાર (સંક્ષિપ્ત).

પ્રતિક્રમણ

ચિત્ર બનાવતા બનાવતા એક લીટી ખોટી દોરાઈ જાય તો તેને ભૂંસવા શું હોય? રબ્બર. કપડા ઉપર ચાનો ડાઘ પડી જાય તો તેને ધોવા માટે શું હોય ? સાબુ અને પાણી. તેવી જ રીતે આત્માને કલુષિત કરતા ક્રોધ-માન-માયા-લોભથી કોઈને દુઃખ આપી દેવાય તો તેમાંથી પાછા ફરવાનો રસ્તો ખરો? હા, વાંચો પ્રતિક્રમણ પુસ્તકમાં. 

વાણી વ્યવહારમાં ...

સવારે જાગ્યા ત્યારથી સૂતા સુધી વાણીનો વ્યવહાર ચાલતો જ હોય છે. વાણી ક્યારેક કડવી તો ક્યારેક મીઠી હોય છે. એવી કોઈ સમજણ ખરી કે જેનાથી કડવી કે મીઠી બેઉ વાણીમાં સમતા રહે અને બોલનારો નિર્દોષ દેખાય? વાણીના આવા વ્યવહારિક ફોડનું સંકલન એટલે “વાણી વ્યવહારમાં...” પુસ્તક.

પૈસાનો વ્યવહાર (સંક્ષિપ્ત)

આખું જગત જ્યાં પૈસા કમાવા પાછળ દોડી રહ્યું છે ત્યારે કોઈએ વિચાર્યું કે લક્ષ્મી આવે છે ક્યાંથી? કયા કારણે? અને જાય છે કયા કારણે? પૈસા કમાવા પાછળનું રહસ્ય શું? નફો-ખોટ શેને આધારે છે? આવા તમામ ફોડ મેળવવા વાંચો “પૈસાનો વ્યવહાર (સંક્ષિપ્ત)” પુસ્તક.

બ્રહ્મચર્ય (સંક્ષિપ્ત)

આખું જગત જ્યાં મોહ, વિકાર, વ્યાભિચારના વાતાવરણમાં ખદબદી રહ્યું છે ત્યાં વૈજ્ઞાનિક ઢબે સમજ સમજ કરીને, નિર્વિકાર આત્માની નજીક લઈ જતું પ્રથમ પગથિયું એટલે બ્રહ્મચર્ય. પરિણીત અને અપરિણીત બધા માટે પ્રગતિપંથે આવતા આ સોપાનને સમજવા વાંચો, “બ્રહ્મચર્ય (સંક્ષિપ્ત)” પુસ્તક.

Read More
success