Description
એડજસ્ટ એવરીવ્હેર
જીવનમાં ભેગી થતી વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં મતભેદ, ફરિયાદો, કલેશ ઉભા થવાથી સુખ-શાંતિ જતા રહે છે. તેવામાં એડજસ્ટમેન્ટ કેવી રીતે લેવું? સામો ડિસએડજસ્ટ થયા કરે તો શું કરવું? આ તાળાની એક સચોટ ચાવી એટલે “એડજસ્ટ એવરીવ્હેર” !
અથડામણ ટાળો
અથડામણથી આ જગત ઊભું થયું છે. જીવનમાં મનથી કે વાણીથી અથડામણ થાય તો બેઉ પક્ષે દુઃખ પડે જ. જેમ એક્સિડન્ટ ટાળવા ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ છીએ તેમ જીવન વ્યવહારમાં પણ અથડામણ ટાળવી. કેવી રીતે? તે જાણવા વાંચો, “અથડામણ ટાળો” પુસ્તિકા !
હું કોણ છું?
‘હું કોણ છું’ જાણ્યું નથી તેથી સંસારમાં ભટકવાનું થયું. જે પત્નીનાઆધારેપતિછે, તેજપુત્રનાઆધારેપિતાછે, સસરાનો જમાઈછે, અને પિતાનો પુત્રપણછે. સ્ત્રી, પુરુષ, નોકર, બોસ, વિધાર્થી, શિક્ષકવગેરેઅનેકસંબંધોનીવચ્ચેપોતાનીસાચીઓળખાણમેળવવા વાંચો “હું કોણ છું?”
આત્મ સાક્ષાત્કાર
પોતાના સ્વરૂપની ઓળખ તે જ આત્મસાક્ષાત્કાર. આત્મ સાક્ષાત્કાર શા માટે? તેનો સરળ ઉપાય શું? એ કેવી રીતે થાય? આ કાળમાં આત્મસાક્ષાત્કાર થવો શક્ય છે? આ મહત્વના પ્રશ્નોનો ઉકેલ એટલે નાનકડી પુસ્તિકા, “આત્મ સાક્ષાત્કાર” !
બન્યું તે જ ન્યાય
આવું મારી સાથે જ કેમ? દુનિયામાં સારા માણસોને કેમ સહન કરવાનું આવે છે? જેમ પરીક્ષાના પરિણામ પરથી પેપરમાં શું લખ્યું ખ્યાલ આવે છે તેમ, જીવનમાં કૉઝ વગર ઈફેક્ટ ના આવે. આ જગત કેવી રીતે એક સેકન્ડ પણ ન્યાયની બહાર નથી ગયું તેની સમજણ એટલે, “બન્યું તે જ ન્યાય” પુસ્તિકા !
ભોગવે એની ભૂલ
આણે મારું બધા વચ્ચે અપમાન કર્યું. આણે મારા પૈસા પડાવી લીધા. આણે મને દુઃખ આપ્યું. આખું જગત સામાની ભૂલ જુએ છે અને પોતે દુઃખી થાય છે પણ ગૂંચવાડાનો અંત નથી આવતો. કુદરતનો ન્યાય એક જ છે, ‘ભોગવે એની ભૂલ.’ પણ કઈ રીતે? વાંચો આ પુસ્તિકામાં.