Description
પાપ – પુણ્ય
પાપ ખરેખર શું? પુણ્ય શું? પાપ-પુણ્યનું ઉપાર્જન કેવી રીતે થાય છે? પાપ અને પુણ્ય એમ બેઉના બંધનથી મુક્તિ મેળવવાનો માર્ગ કયો? પાપ-પુણ્યની ક્યાંય ન મળે તેવી અલૌકિક વ્યાખ્યા અને સમજણ માટે વાંચો, “પાપ-પુણ્ય” પુસ્તક.
ગુરુ શિષ્ય
જીવનમાં ડગલે ને પગલે ગુરુની જરૂર પડે છે. જેમના થકી કાંઈ પણ નવું જાણવા અને શીખવા મળે તે ગુરુ કહેવાય. ગુરુ અને શિષ્યના સંબંધમાં શિષ્યનો સમર્પણ ભાવ કેવો હોય? ગુરુનો રાજીપો કેવી રીતે પમાય? ગુરુ અને જ્ઞાનીમાં શું ફેર? આ તમામ ફોડ માટે આદર્શ પુસ્તક, “ગુરુ શિષ્ય”.
સેવા પરોપકાર
માનવધર્મ એટલે પોતાને જે ગમે તે બીજાને આપવું. જે પોતાના મન-વચન-કાયા પારકાંના સુખને માટે વાપરે છે તેને સંસારમાં કોઈ દહાડો સુખની કમી નથી પડતી. સાચી સેવા કોને કહેવી? પરોપકારનું મહત્વ શું? માનવ જીવનનો ધ્યેય કેવી રીતે સિદ્ધ કરવો, જે સેવા-પરોપકાર સહિત હોય, તેની સમજ સરળ-સચોટ દ્રષ્ટાંતો દ્વારા મેળવો, આ પુસ્તક દ્વારા “સેવા પરોપકાર”.
સત્ય અસત્યના રહસ્યો
સતત મનુષ્ય એ શોધમાં રહે છે કે જગતમાં સાચું શું? ખોટું શું? સત્ય અને અસત્યના રહસ્યો પુસ્તક દ્વારા એ બંને વચ્ચેની ભેદરેખા, રિયલ સત્ય અને રિલેટીવ સત્યની સમજણ મેળવી પરમ સત્ય સુધી પહોંચવાનો રસ્તો ખુલ્લો થાય છે.
સહજતા
તળાવના શાંત પાણીમાં પથરો નાખીએ તો પાણી ઊંચુંનીચું ઊંચુંનીચું થઈને હલાહલી થઈ જાય. હવે એ પાણીને સ્થિર કરવા શું કરવું જોઈએ? કંઈ જ નહીં, ખરુંને? તેમ આત્મામાં સ્થિર થવાથી પ્રકૃતિ એની મેળે સહજ બનતી જાય છે. અસહજથી સહજતા ભણીની આ યાત્રામાં જોડાઈએ, “સહજતા” પુસ્તક દ્વારા.
ચમત્કાર
જ્યાં અંધશ્રદ્ધા અને લોકમાન્યતાઓ ઉપર તર્ક અને ગણિતનું વર્ચસ્વ વધ્યું છે તેવા આ આધુનિક યુગમાં પણ ચમત્કાર વિશે અનેક ભ્રાંતિઓ પ્રવર્તે છે. ચમત્કાર ખરેખર હોઈ શકે? ચમત્કાર એ દ્રષ્ટિનો ભ્રમ કે બુદ્ધિની બહારની ઘટના છે કે ફક્ત અજ્ઞાન માન્યતા? આ સર્વે પ્રશ્નોના સચોટ ઉકેલ મેળવીએ, “ચમત્કાર” પુસ્તક દ્વારા.