Description
નિજદોષ દર્શનથી નિર્દોષ
જગતમાં કેમ પોતાને આટલા દુઃખ ભોગવવા પડે છે? શેનાથી બંધાયેલો છે? ઘરનાથી, ધંધાથી કે પછી પૈસાથી? આનો જવાબ શોધવા લોકો હિમાલય સુધી ગયા છતાં એકે બંધન તૂટ્યું નહીં અને મુક્તિ મળી નહીં. આનો જવાબ જડે તો જ છૂટાય એવું છે. એ માટે ખાસ વાંચો આ પુસ્તક નિજદોષ દર્શનથી નિર્દોષ.
કર્મનું વિજ્ઞાન
પ્લેન ક્રેશ, બોમ્બ બ્લાસ્ટ, ધરતીકંપ, કોવિડ-19...આ બધામાં કેટલાયે મૃત્યુ પામ્યા. નિર્દોષ બાળક જન્મતાં જ કેમ અપંગ થયું? કાળાબજાર કરતા લોકો લીલાલહેર કરે છે અને ઈમાનદારીથી જીવતા લોકોને ખાવાનાં ફાંફાં છે. આવું જોઈએ ત્યારે પ્રશ્ન થાય કે આવું કેમ? આની પાછળ શું રહસ્ય છે?
કર્મો?
તો આ કર્મો શું છે?, કેવી રીતે બંધાતા હશે?, કેવી રીતે આમાંથી છૂટાય?
આ રહસ્ય સમજવા વાંચો પુસ્તક કર્મનું વિજ્ઞાન.
માનવધર્મ
મનુષ્ય તરીકે જનમ્યા તો આ જીવનનો હેતુ શો? માનવદેહ મળ્યો છે તો માનવતા તો હોવી જોઈએ ને! માનવતા એટલે શું? એનું ફળ શું? કેવી રીતે જીવન જીવીએ જેથી આ માનવજન્મ ધન્ય થાય? એની વિગતવાર સમજણ માટે વાંચો પુસ્તક માનવધર્મ.
ક્લેશ વિનાનું જીવન
જીવન તો બધા જીવે છે પણ ખરું જીવન તો એને જીવાયું કહેવાય કે જે જીવન કલેશ વિનાનું હોય. પણ શું કળીયુગમાં આ સંભવ છે જ્યાં રોજ સવારના ચા નાસ્તા જ કલેશથી થાય?
હા, છે.
એ જીવન જીવવાની કળા શીખવા વાંચો આ પુસ્તક કલેશ વિનાનું જીવન