Description
ભાવના સુધારે ભવોભવ
સવારથી સાંજ સુધી ઘરમાં, વ્યવહારમાં કે બહાર લોકોનાં મોંઢે સાંભળવા મળ્યા જ કરતું હોય છે કે આમ નથી કરવું છતાં થઈ જાય છે ! આટલો પ્રયત્ન કરીએ છતાં વર્તનમાં કેમ નથી આવતું? તો આ પ્રશ્નોનો વૈજ્ઞાનિક ઉકેલ મેળવવા વાંચો, “ભાવના સુધારે ભવોભવ”.
દાદા ભગવાન કોણ?
ભાદરણ ગામના પટેલ, મેટ્રિક ફેઈલ અને કોન્ટ્રેક્ટનો ધંધો કરતા સંસારી પુરુષ, જેમના નિમિત્તે ભવોભવની ભાવનાના ફળરૂપે જગતના રહસ્યમય ફોડ પ્રગટ થયા અક્રમ વિજ્ઞાન રૂપે. તેઓ કહેતા કે હું તો અંબાલાલ પટેલ છું, મહીં જે પ્રગટ્યા છે તે “દાદા ભગવાન” છે. તો ચાલો, દાદા ભગવાનની ઓળખ મેળવીએ આ પુસ્તક થકી.
શ્રી સીમંધર સ્વામી
મનુષ્ય દેહે જેમણે પોતાના આંતરિક શત્રુ એવા ક્રોધ-માન-માયા-લોભ ઉપર સંપૂર્ણપણે વિજય મેળવ્યો છે, અને દેહ સાથે અત્યારે બ્રહ્માંડમાં હાજરાહજૂર છે તેવા ચરમ શરીરી, પરમ ઉપકારી એવા પ્રગટ પરમાત્મા શ્રી સીમંધર સ્વામીની ઓળખાણ મેળવીએ, “શ્રી સીમંધર સ્વામી” પુસ્તિકા દ્વારા.
ત્રિમંત્ર
સર્વ ધર્મના મતમતાંતરમાંથી બહાર કાઢી આત્મધર્મમાં સ્થિર કરાવતો નિષ્પક્ષપાતી ત્રિમંત્ર, જો તેનો મૂળ અર્થ સમજીને યથાર્થ રીતે દિવસમાં પાંચ વખત બોલવામાં આવે તો તેના સંસાર અને અધ્યાત્મના સર્વે અંતરાયો દૂર થાય છે. કેવી રીતે? સમજીએ “ત્રિમંત્ર” પુસ્તિકા દ્વારા.