Description
ચિંતા
જીવનમાં ચિંતા કોને નહીં થતી હોય? નાના હોઈએ ત્યારે ભણવાની ચિંતા, પછી પૈસા કમાવાની ચિંતા, બાપને દીકરીને પરણાવવાની ચિંતા, ધંધામાં ખોટ ના જાય તેની ચિંતા. ઊંઘની કેટકેટલી ગોળીઓ ખાવા છતા પણ ચિંતાનો અગ્નિ શાંત નથી થતો. કાયમ માટે ચિંતાથી મુક્ત થવા માટેનો સચોટ ઉપાય મેળવો, “ચિંતા” પુસ્તક દ્વારા !
ક્રોધ
જીવનમાં ક્રોધ તો કોઈ ને કોઈ કારણસર થઈ જતો જ હોય છે. સામાન્ય રીતે મનુષ્યને કંઈ સૂઝ ના પડે, ધાર્યું પરિણામ પ્રાપ્ત ના થાય, પોતાની વાત સામો સમજી ના શકતો હોય, પોતાને કંઈ નુકસાન થાય, કોઈ અપમાન કરે ત્યારે ક્રોધ થઈ જતો હોય છે. આ ક્રોધનું સ્વરૂપ શું ? એના પરિણામ શું અને એમાંથી કાયમી મુક્તિનો ઉપાય શું? તે જાણવા વાંચો “ક્રોધ” પુસ્તક.
દાન
પુણ્ય કમાવા માટે દાન આપવાની પ્રથા સદીઓથી ચાલતી આવી છે. ખરેખર દાન કોને કહેવાય? દાનના પ્રકારો કયા?દાન દેતાં કઈ જાગૃતિ રાખવી ? ઊંચામાં ઊંચું દાન કયું ? વગેરેની યથાર્થ સમજણ પ્રાપ્ત થશે “દાન” પુસ્તકમાં.
અહિંસા
અહિંસા પરમો ધર્મ ! નાના જીવજંતુથી માંડીને કોઈને પણ મારવું નહીં તે સ્થૂળ અહિંસાનો અર્થ તો આપણે જાણીએ છીએ, પરંતુ મન-વચન-કાયાથી કોઈને કિંચિતમાત્ર દુઃખ પણ આપવું તે ય હિંસા છે. દ્રવ્યહિંસા અને ભાવહિંસાના સિદ્ધાંતો સમજી કેવી રીતે હિંસાના દરિયામાં અહિંસક રહી શકાય તેની ચાવી આપતું પુસ્તક એટલે, “અહિંસા”.
મૃત્યુ સમયે, પહેલા અને પછી
મૃત્યુ શું હશે ? મૃત્યુ પહેલાં શું હશે ? મૃત્યુ સમયે શું હોય ? મૃત્યુ પછી શું ? પ્રિય સ્વજનનાં મૃત્યુ સમયે આપણે શું કરવું ? શ્રાદ્ધ, દાન, ગરુડ પુરણ, બ્રહ્મભોજન વગેરે માન્યતાઓની સત્યતા કેટલી? આ સર્વેના સમાધાન સહિત, “મૃત્યુ સમયે, પહેલા અને પછી” પુસ્તક દ્વારા મૃત્યુનું રહસ્ય સમજાતાં જ મૃત્યુનો ભય ઊડી જાય છે !