Description
ઘણા લોકો શું સાચું છે અને શું નથી, શું ખરું છે અને શું ખોટું છે તે સમજવા મથે છે. શું ખરું છે અને શું ખોટું છે એનો ફરક સમજવામાં સતત મુંઝવણ થાય છે.
પરમ પૂજ્ય દાદાશ્રી, જ્ઞાની પુરુષના કહેવા પ્રમાણે સંસારમાં ત્રણ જાતના સત્ય છે. એક ત્રિકાળ સત્ય બીજું રીલેટીવ સત્ય અને ત્રીજું અસત્ય. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ ત્રિકાળ સત્ય અને રીલેટીવ સત્યના અર્થની ચર્ચા કરી છે.
ત્રિકાળ સત્ય, જેનો ક્યારેય નાશ થતો નથી; તે અનંત છે. તે આત્મા માટે છે. તમે શુદ્ધાત્મા છો તેનું ભાન થવું તે ત્રિકાળ સત્ય (સત્) છે. આ અંતિમ સત્ય છે. રીલેટીવ સત્ય એ લોકોનું માનેલું કે ઠરાવેલું સત્ય છે; જે એક વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય છે તે બીજી વ્યક્તિના દ્રષ્ટિકોણથી સત્ય ન પણ હોય. રીલેટીવ સત્ય વ્યક્તિએ, વ્યક્તિએ બદલાઈ શકે. રીલેટીવ સત્ય એ રીલેટીવ જગત માં પ્રગતિ કરવા માટે મદદ કરી શકે, પરંતુ રીયલ પ્રગતિ માટે પરમ સત્ય જરૂરી છે.
આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીના પરમ અને રીલેટીવ સત્યના સત્સંગો વાંચો અને સત્ય, અસત્ય અને સત્ નાં સ્વરૂપ વિષેની તમારી મુંઝવણ દૂર કરો. આવી સમજણ મુક્તિના પંથે આગળ વધવામાં મદદ કરશે.