Description
આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ - પુણ્યની માન્યતા સબંધી લંબાણથી ચર્ચા કરી છે. પોતાના સરળ શબ્દોમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ – પુણ્ય સમજાવતા કહ્યું છે કે બીજાને સુખ આપવાથી આપણે પુણ્ય બાંધીએ છીએ અને આપણા વચનોથી, કાર્યોથી, કે વર્તનથી, કોઈને તકલીફ આપવાથી, દુઃખ આપવાથી આપણે પાપ બાંધીએ છીએ. છતાંપણ જો આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે પાપનો નાશ કરી પુણ્ય બાંધીએ છીએ.
પાપ – પુણ્યનો વિસ્તૃત અર્થ શું છે? તે પુનર્જન્મ સાથે કઈ રીતે સંકળાયેલ છે? પાપ – પુણ્યના પરિણામો શા છે? પાપ – પુણ્યના ફળો કઈ રીતે ભોગવવા પડે છે? પાપ – પુણ્યના પ્રકારો ક્યા છે? મોક્ષના પંથે પાપ – પુણ્ય શો ભાગ ભજવે છે? શું પુણ્ય મુક્તિ આપી શકે?
પરમ પૂજ્ય દાદાશ્રીએ પાપ – પુણ્યના પુસ્તક માં આ બધાની ચર્ચા કરી છે. વાચકને આ વાંચન ચોક્કસપણે પાપ – પુણ્ય સબંધી જાગૃતિ વધારવા માં મદદ કરશે અને જીવનની ઘણી સમસ્યાઓના ઉત્તરો આપી મોક્ષની નજીક લઇ જશે.