• GBP
Close

Books

  • Picture of કર્મનું વિજ્ઞાન

કર્મનું વિજ્ઞાન

પરમ પૂજ્ય દાદાશ્રીએ, પોતાના જ્ઞાન વડે કર્મોનું વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. અજ્ઞાનને કારણે, કર્મો ભોગવતી વખતે રાગ – દ્વેષ થાય છે, તેથી નવા કર્મો બંધાય છે જે પછીના ભવમાં પાકે છે અને તે ભોગવવા પડે છે.

£0.27

Description

કર્મ શું છે? શું સારા કર્મો ખરાબ કર્મોને ધોઈ શકે? શા માટે સારા માણસો દુઃખી થાય છે? કર્મો બંધાતા કેમ રોકી શકાય? શરીર કે આત્મા, કર્મોથી કોણ બંધાયેલું છે? આપણા કર્મો પુરા થાય છે ત્યારે શું આપણું મૃત્યુ થાય છે?

આખું જગત કર્મના સિદ્ધાંત સિવાય બીજું કંઈ નથી. બંધનનું અસ્તિત્વ પૂર્ણપણે તમારા ઉપર નિર્ભર છે, તમે પોતે જ તેના માટે જવાબદાર છો. બધું જ તમારું આલેખન છે. તમે તમારા શરીરના બંધારણ માટે પણ જવાબદાર છો. તમારી સામે જે આવે છે એ બધું તમારું જ ચીતરેલું છે; બીજું કોઈ એને માટે જવાબદાર નથી. અનંત જન્મો માટે તમે જ “ સંપૂર્ણપણે અને એકલા “ જવાબદાર છો.- પરમ પૂજ્ય દાદાશ્રી

કર્મોના બીજ ગયા ભવમાં નંખાયા હતા તેના ફળો આ ભવમાં મળે છે. આ કર્મોના ફળ કોણ આપે છે? ભગવાન? ના. તે કુદરત અથવા ‘વ્યસ્થિત શક્તિ’ (સાયન્ટીફીક સરકમસ્ટેન્સીયલ એવીડન્સ) કહેવાય છે તે આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ, પોતાના જ્ઞાન વડે કર્મોનું વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે. અજ્ઞાનને કારણે, કર્મો ભોગવતી વખતે રાગ – દ્વેષ થાય છે, તેથી નવા કર્મો બંધાય છે જે પછીના ભવમાં પાકે છે અને તે ભોગવવા પડે છે. જ્ઞાનીઓ નવા કર્મો બંધાતા અટકાવે છે. જયારે બધા કર્મો પુરેપુરા ખલાસ થાય છે ત્યારે છેવટનો મોક્ષ થાય છે.

Product Tags: Karmanu Vignan
Read More
success