• USD
Close

Books

  • Picture of કલેશ વિનાનું જીવન

કલેશ વિનાનું જીવન

આ પુસ્તક માં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) નું, કલેશ વિનાનું જીવન જીવવાની સમજણ, એની રીત, એનું મહત્વ રજુ કરવામાં આવ્યું છે.

$0.72

Description

શું તમે જીવનમાં થતી અથડામણોથી કંટાળી ગયા છો? શું તમને અચરજ થાય છે કે અથડામણો કેમ થતી હશે?

તમારે ફક્ત રોજિંદા જીવનમાં થતી અથડામણનો ઉકેલ લાવવા નો નિશ્ચય કરવાનો છે. પરીણામ ગમે તે હોય. તમે સફળ થશો કે નહિ તેની ચિંતા કર્યા વગર, સંકલ્પ કરો કે લોકો સાથેના રોજિંદા વ્યવહારમાં સમભાવથી ઉકેલ લાવવો છે. વહેલા મોડા તે થશે, આજે નહિ તો કાલે, નહિ તો પછીના દિવસે; તેને કદાચ વર્ષો પણ લાગી જાય, તેનો આધાર તમારા કર્મો કેટલા ચીકણા છે તેની ઉપર છે. તમારી પત્ની,બાળકો અને માતા-પિતા સાથેના તમારા સંબંધો ગૂંચવણ ભર્યા હોઈ શકે છે તેથી તેનો સમભાવથી ઉકેલ લાવતાં વાર લાગશે. જેઓ તમારી નજીક છે, હંમેશ તમારી સાથે છે તેનો નિવેડો ક્રમશ: ધીમે ધીમે આવશે. એક વાર તમે નિશ્ચય કર્યો કે તમારે બધા ખાતાનો સમભાવથી ઉકેલ લાવવો છે, તો તે થશે, અને બધાનો અંત આવશે. જેની સાથે તમારા બહુ ચીકણા કર્મો છે, તેમની સાથેના વ્યવહારમાં તમારે ખૂબ જ જાગૃતિ રાખવાની છે.

સાપ ગમે તેટલો નાનો હોય, તમારે સાવચેતી પૂર્વક અને જાગૃતિ રાખી આગળ વધવાનું છે. જો તમે બેદરકાર અને ગાફેલ રહેશો તો આ બાબતોનો ઉકેલ લાવવામાં તમે સફળ નહિ થાઓ. સામી વ્યક્તિ તમને કંઈ કહે અને તમે તેનો પ્રત્યુતર આપો છો ત્યારે તમારી બહારની પ્રતિક્રિયાનું કંઈ મહત્વ નથી, કારણ કે અંદરથી તમે નિશ્ચય કર્યો છે કે તમારે બધી બાબતોનો સમભાવથી ઉકેલ લાવવો છે અને તેથી ત્યાં દ્વેષ(તિરસ્કાર) નથી રહેતો. વાણી ટેપ રેકોર્ડ છે પણ તે અહંકાર સાથે છે તેથી તિરસ્કાર રહે છે. પરંતુ જો તમે નિશ્ચય કરો કે તમારે બધાનો સમભાવથી ઉકેલ લાવવો છે તો, તમને ચોક્કસ સફળતા મળશે; આમ તમારા બધા કર્મોના ખાતા ચોખ્ખા થશે અને જો આજે તમે પૈસા નથી ચૂકવી શકતા તો તમે આવતી કાલે અથવા ભવિષ્યમાં ક્યારેક ચૂકવી શકશો. નહીંતર ગમે તે રીતે માગનાર તમારી પાસેથી પૈસા વસૂલ કરશે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આત્મજ્ઞાન એ બધી અથડામણોથી મુક્તિ મેળવવાની ચાવી છે”

“હવે તમારે બદલો લેવાની ભાવનાથી મુક્ત થવાનું છે, એ માટે તમે પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની ) પાસે આવો અને આત્મજ્ઞાન મેળવો તો તમે મુક્ત થશો. તમારે બધા વેરથી આ જ ભવમાં મુક્ત થવાનું છે અને હું તમને તેનો રસ્તો બતાવીશ. લોકો જિંદગીથી કંટાળી જાય છે ત્યારે શા માટે મૃત્યુ ની ઈચ્છા કરે છે? કારણ કે તેઓ આવી પરિસ્થિતિના દબાણનો ઉકેલ નથી લાવી શકતા. તમારે બધું ચોક્કસપણે સમજવું પડશે. કેટલો સમય તમે આટલા બધા દબાણ હેઠળ જીવી શકશો? મનુષ્યનું જીવન આજે જંતુ જેવું થઇ ગયું છે. તેઓ સતત માનસિક દુઃખમાં છે. મનુષ્ય તરીકે જન્મ થયા પછી શા માટે માનસિક સંતાપ હોવો જોઈએ? આખું જગત ભઠ્ઠીમાં બફાઈ રહેલા શક્કરિયાની અવસ્થામાં છે, અને જો સંતાપ નથી, તો ત્યાં ભ્રાંતિ(મોહ)ની અવસ્થા વર્તે છે. આખું જગત ફક્ત આ બે અવસ્થાઓ વચ્ચે છે. જયારે તમે આત્મજ્ઞાની થશો ત્યારે તમે બધા સંતાપ અને ભ્રાંતિ(મોહ)થી મુક્ત થશો.

આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની)નું, કલેશ વિનાનું જીવન જીવવાની સમજણ, એની રીત, એનું મહત્વ રજુ કરવામાં આવ્યું છે.

Product Tags: Klesh Vinanu Jivan
Read More
success