Description
                            પોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે. લોકો પોતાની ભૂલોમાં સપડાય છે અને સતત ભોગવટામાં રહે છે. તેમને એનાથી મુક્ત થવાની, આંતરશાંતિ મેળવવાની, અને મુક્તિના રસ્તે આગળ વધવાની અંતરથી ઈચ્છા હોય છે.
તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર)  આપ્યું છે, અને તે સાધન (શસ્ત્ર)  એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન (આલોચના – પોતાની ભૂલોની કબુલાત કરવી; પ્રતિક્રમણ – ભૂલોની માફી માગવી; અને પ્રત્યાખ્યાન – ભૂલો ફરી નહિ કરવાનો દ્રઢ નિશ્ચય). અસંખ્ય લોકો એ આ સાધન (શસ્ત્ર)થી નફરત અને વેરભાવના વિશાળ વટવૃક્ષના મૂળ નો નાશ કરી મુક્તિરૂપી સંપતિ મેળવી છે. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને પોતાની વાણી વડે પ્રતિક્રમણનું આ વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે.
તેમના કહેલા શબ્દો આ અને બીજા ઘણા પુસ્તકો માં જોવા મળશે; સત્ય અને મુક્તિના આકાંક્ષી માટે આ શબ્દો અમુલ્ય પુરવાર થશે.