Description
ગટર ગંધાય છે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ? તેજ રીતે અણગમતા અને નકારાત્મક લોકો ગટર જેવા છે. જે પણ ગંધાય છે તેને આપણે ગટર કહીએ છીએ અને જે સુવાસ આપે છે તેને આપણે ફુલ કહીએ છીએ. બન્ને માં એડજેસ્ટ થાઓ. છતાં બન્ને પરિસ્થિતિઓ કહે છે “અમારી પ્રત્યે વીતરાગ(રાગ અને દ્વેષથી મુક્ત) રહો”.
આપણી જિંદગીમાં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓમાં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે, આપણે વરસાદમાં છત્રી વાપરીએ છીએ. પણ આપણે વરસાદને સવાલો નથી પૂછતા, દલીલો નથી કરતા કે તેનો વિરોધ નથી કરતા. તેજ રીતે, આપણને ભણવામાં આનંદ આવે કે ન આવે, આપણે ભણતરને એડજેસ્ટ થવું પડે છે. છતાં પણ, અણગમતા લોકોનો સવાલ આવે છે ત્યારે આપણે ફક્ત સવાલ, દલીલ, અને વિરોધ પર નથી અટકતા પણ મોટે ભાગે અથડામણ કરી બેસીએ છીએ. આવું શા માટે? સતત બદલાતા સંજોગો સાથે સુમેળ સાધી, અથડામણો ટાળી અંતે શાંતિ અને સુખ મેળવવા માટેની છેવટની સમજણ તરીકે પરમ પૂજ્ય દાદાશ્રીએ “એડજેસ્ટ એવરીવ્હેર” ઉઘાડું કર્યું. આ સાદા છતાં શક્તિશાળી વાક્યમાં તમારું જીવન બદલવાની શક્તિ છે.. કેવી રીતે તે જાણવા માટે વાંચો.