Description
આપણામાંના ઘણા ધાર્મિક ક્રિયાકાંડો ને નિષ્ઠાપૂર્વક વળગી રહ્યા છે. આપણા મન, આપણા વચન, અને આપણી કાયાથી જાણતા કે અજાણતા આપણે હજીપણ ભૂલો કરીએ છીએ અને એ ભૂલોને ઓળખવા માટે આપણે આપણી જાતને આકરા કડક તપ, ઉપવાસ, ધ્યાન અને એવા બીજા ચુસ્ત નિયમો વડે બાંધી રાખી છે. આપણને અંતરશાંતિ કેમ નથી મળી? જયારે આપણને આપણી ભૂલો ઓળખાય ત્યારે આપણે શું કરવું અને એ ભૂલોથી કેવી રીતે છૂટાય? પ્રતિક્રમણ (પશ્ચાતાપ સાથે માફી માગવી) કેવી રીતે કરવા? ભૂલો માટે પશ્ચાતાપ કેવી રીતે કરવા? ભૂલો ફરીવાર થતી આપણે કેવી રીતે રોકી શકીએ?
શું ઘણા ખરાબ કર્મો વાળી વ્યક્તિ સારા કર્મો સંપાદન કરી શકે? અનંતકાળથી લોકો જેનાથી દુઃખી થયા છે તે સવાલોના જવાબો શું છે?
આધ્યાત્મિક વિજ્ઞાની દાદા ભગવાને શોધેલા ‘ભાવ પ્રતિક્રમણ’થી આજે દુનિયાનાં ઘણા લોકો અંતર શાંતિનો અનુભવ કરી રહ્યા છે અને દ્વેષ(નફરત), તિરસ્કાર(ધ્રુણા)નો જડમૂળથી નાશ કરી રહ્યા છે.
આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીની પ્રતિક્રમણની સમજણ, તેનું મહત્વ અને પ્રતિક્રમણ કરવાની રીતની રજૂઆત કરવામાં આવી છે.
તમારા જીવનમાંથી દુશ્મનાવટ, વેર નાબુદ કરવા માં પ્રતિક્રમણ કઈ રીતે મદદરૂપ થાય છે, તેનો અનુભવ થતા તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો!