• INR
Close

Books

  • Picture of અથડામણ ટાળો

અથડામણ ટાળો

શા માટે ઝઘડા થાય છે, ઝઘડાના પ્રકારો કયા છે, સંબંધોમાં ઝઘડા કેમ ટાળવા અને તમારા માનસમાં વધારે પોઝીટીવ પરિવર્તન લાવે, તેવી ઝઘડા વગરની જિંદગી માટેના ઉકેલ શોધવા આગળ વાંચો.

Rs 15.00

Description

રોજિંદા જીવનમાં અથડામણ ટાળવી જોઈએ. શા માટે આપણે ઝઘડો કરીને બધું બગાડવા માગીએ છીએ? આપણને આ ગમતું નથી. લોકો ટ્રાફીકના ખૂબ કડક કાયદાનું પાલન કરે છે. તેઓ પોતાના અર્થઘટન પ્રમાણે ગાડી નથી ચલાવતા, શું તેઓ ચલાવે છે? તેઓ અકસ્માતથી બચે છે, કારણકે તેઓ ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે. તેવી જ રીતે, તમારા રોજિંદા જીવનમાં તમારે અથડામણ ટાળનારા કાયદાનું પાલન કરવું જોઈએ. તમે તમારા પોતાના કાયદા અને તેના અર્થ પ્રમાણે ચાલો છો તેથી અથડામણ થાય છે. જયારે લોકો ટ્રાફીકના કાયદાનું પાલન કરે છે ત્યારે ટ્રાફીકના સંચાલનમાં કોઈ તકલીફ નથી પડતી. જો તમે તમારા રોજિંદા વ્યવહારમાં આ સમજણ સાથે એ જ કાયદાનો અમલ કરશો તો તમે ફરી ક્યારેય મુશ્કેલીમાં નહિ આવો. તમારી પોતાની મર્યાદિત સમજણના આધારે તમે જિંદગીના કાયદાનું અર્થઘટન કરો છો તેથી પ્રશ્નો ઉભા થાય છે. જિંદગીના કાયદા સમજવામાં મૂળભૂત ભૂલ થાય છે. જે આ કાયદા સમજાવે છે તેને આ કાયદાઓ નો સંપૂર્ણ અનુભવ હોવો જોઈએ.

શા માટે ઝઘડા થાય છે, ઝઘડાના પ્રકારો કયા છે, સંબંધોમાં ઝઘડા કેમ ટાળવા અને તમારા માનસમાં વધારે પોઝીટીવ પરિવર્તન લાવે, તેવી ઝઘડા વગરની જિંદગી માટેના ઉકેલ શોધવા આગળ વાંચો. તમારી જિંદગી ને શાંતિ અને આનંદથી ભરી દેવાનો, આધ્યાત્મિકતાના પથ પર અડગતાથી ચાલવા નો અને અંતે મોક્ષ મેળવવાનો હેતુ છે.

Product Tags: Athdaman Talo
Read More
success