Close
Picture of ગુરુ શિષ્ય

ગુરુ શિષ્ય

ગુરૂ અને શિષ્ય મુક્તિના માર્ગ પર આગળ વધે તે ધ્યેય અને દ્રષ્ટિથી પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાની પદમાં રહી ગુરૂ શિષ્યના સંબંધોની જુદી જુદી દ્રષ્ટિથી સમજણ આપે છે.
Availability: In stock
Rs 40
:
Description

જગતમાં કેટલાય જુદા જુદા સંબંધો છે, જેમ કે પિતા-પુત્ર, માતા-પુત્ર અથવા પુત્રી, પતિ-પત્ની વગેરે., અને જગતમાં ગુરૂ-શિષ્ય જેવા નાજુક સંબંધો પણ હોય છે. આ એવો સંબંધ છે જેમાં ગુરૂ ને સમર્પણ કર્યા પછી શિષ્ય આખી જીન્દગી નિષ્ઠાપૂર્વક તેમને વળગી રહે છે, અને તેમના પ્રત્યે પોતાનો પરમ વિનય વધારતો રહે છે, તે ગુરૂ ની આજ્ઞામાં રહે છે અને વિશેષ પ્રકારની પરમ આધ્યાત્મિક સિદ્ધિ મેળવે છે. આ પુસ્તકમાં આદર્શ ગુરૂ અને આદર્શ શિષ્ય કેવા હોવા જોઈએ તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.

વર્તમાનમાં ગુરુ વિષે ઘણી જુદી જુદી માન્યતાઓ પ્રચલિત છે તેથી લોકો સાચા ગુરુને કેવી રીતે શોધવા ? તેના ગૂંચવાડામાં પડી જાય છે.આ વિષય પર ગુંચવતા પ્રશ્નો, પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) ને પૂછવામાં આવ્યા છે. અને તેમને પ્રશ્નકર્તાને સંતોષ થાય ત્યાં સુધી આ પ્રશ્નોનાં જવાબ આપ્યા છે.

સામાન્ય રીતે લોકો ગુરૂ, સતગુરુ (સંત) અને જ્ઞાની ને સરખા ગણે છે, જયારે આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રી ત્રણે વચ્ચેનો સ્પષ્ટ તફાવત બતાવે છે.

બન્ને ગુરૂ અને શિષ્ય મુક્તિના માર્ગ પર આગળ વધે તે ધ્યેય અને દ્રષ્ટિથી પરમ પૂજ્ય દાદાશ્રી જ્ઞાની પદમાં રહી ગુરૂ શિષ્યના સંબંધોની જુદી જુદી દ્રષ્ટિથી સમજણ આપે છે.

Product tags