Description
તમને ક્યારેય એવું અચરજ થયું છે કે શા માટે કેટલાક લોકો પાસે પૈસા છે અને કેટલાક પાસે નથી?, પૈસા અને આધ્યાત્મિકતા વચ્ચે શું સંબંધ છે?
નીતિ એ જગતના વ્યવહારનું મુખ્ય તત્વ છે. તમારી પાસે બહુ પૈસા નથી, પરંતુ તમે નીતિવાન છો તો તમને મનમાં શાંતિ હશે અને તમારી પાસે બહુ પૈસો હોવા છતાં તમે અનીતિવાન છો તો તમે દુઃખી હશો. ‘ વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ન હોવો જોઈએ’ એ વેપાર અને ધર્મ માં પાયાની નીતિ છે.
પૂર્વેના કેટલાય ભવોના અનુભવોના ફળરૂપે થયેલા આત્મજ્ઞાનથી પરમ પૂજ્ય દાદાશ્રીને આ જગત માં થતા બધા પૈસાના વ્યવહારોનું પરમ જ્ઞાન હતું. પૈસો આવવો અને પૈસો જવો, નફો – ખોટ, માણસ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે શું લઇ જશે અને શું મૂકી જશે તેના ગુપ્ત સિદ્ધાંતો, અને પૈસાના નાનામાં નાના વ્યવહારને લગતા બધા સિદ્ધાંતોનું તેમને જ્ઞાન હતું. વાણીના માધ્યમથી બહાર પડેલા તેમના જીવનના અનુભવોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે.
અમારી હાર્દિક આશા છે કે વાચકને તેનું જીવન શુદ્ધિ અને પરમ શાંતિથી જીવવાના પ્રયત્નોમાં આ પુસ્તક મદદરૂપ થાય.