• USD
Close

Books

  • Picture of આપ્તવાણી - ૫-૬

આપ્તવાણી - ૫-૬

આખું સંસારી જીવન અને તેનો વ્યવહાર ડીસ્ચાર્જ (ગલન) રૂપે છે અને તે સાયન્ટિફિક સ્ટેન્સીયલ એવિડન્સ (વ્યવસ્થિત શક્તિ) છે. પાંચેય ઇન્દ્રિયો કર્માધીન છે. કર્મ શાથી બંધાય છે? “ હું ચંદુભાઈ છું” એ માન્યતા જ કર્મ બંધનનું મૂળ કારણ છે. ફક્ત હકીકત સમજવાની જ જરૂર છે. આ એક વિજ્ઞાન છે.

$1.43

Description

આપ્તવાણી ૫

આખું સંસારી જીવન અને તેનો વ્યવહાર ડીસ્ચાર્જ (ગલન) રૂપે છે અને તે સાયન્ટિફિક સ્ટેન્સીયલ એવિડન્સ (વ્યવસ્થિત શક્તિ) છે. પાંચેય ઇન્દ્રિયો કર્માધીન છે. કર્મ શાથી બંધાય છે? “ હું ચંદુભાઈ છું” એ માન્યતા જ કર્મ બંધનનું મૂળ કારણ છે. ફક્ત હકીકત સમજવાની જ જરૂર છે. આ એક વિજ્ઞાન છે.

આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ પાંચ ઇન્દ્રિયો અને તેના તેમના દરેકના સ્વતંત્ર કાર્યો સમજાવ્યા છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર દરેક પોતાના સ્વતંત્ર ધર્મમાં છે. તો કોણ પોતાના ધર્મમાં નથી?  ‘પોતે’ નથી. ‘પોતા’નો ધર્મ છે “જોવું” અને “જાણવું” અને પરમ આનંદમાં રહેવું.

દરેક જીવ જીવન પ્રવાહમાં આગળ વધી રહ્યો છે. અહીં કોઈ કર્તા નથી. દેખીતો કર્તા જે દેખાય છે તે તો નૈમિતિક કર્તા છે, સ્વતંત્ર કર્તા નથી. જો ‘પોતે’ સ્વતંત્ર કર્તા હોત તો, પોતે કાયમ બંધનમાં રહેશે. નૈમિતિક કર્તાને ક્યારેય બાંધી શકાય નહિ. કુદરતી સંજોગોના દબાણથી જગત ચાલી રહ્યું છે. આમાં ફક્ત “હું કરું છું” એ રોંગ બિલીફ ઉભી થઇ છે! કર્તાપણાની આ ખોટી માન્યતાને કારણે આવતા ભવના કર્મનું બીજ રોપાય છે.

આ સંકલનમાં પરમપૂજ્ય દાદાશ્રીના કર્મનું વિજ્ઞાન, કર્તાપણું, પાંચ ઇન્દ્રિયો, અહંકાર, પ્રકૃતિ, જ્ઞાનીનો વિનય, પ્રતિક્રમણ, તપ, વગેરે વિષયોના સત્સંગો રજુ કરવામાં આવ્યા છે, આવી સમજણ અધ્યાત્મના પથિક ને આત્માનું જ્ઞાન મેળવવામાં અને અત્યારના સાંસારિક જીવનમાં શાંતિપૂર્વક વ્યવહાર કરવામાં મદદ કરશે. 

આપ્તવાણી ૬

આપણામાંના મોટા ભાગનાં લોકો હમેશાં એક સમસ્યા નો સામનો કરી રહ્યા છે; જેમાં એકબાજુ સાંસારિક વ્યવહારમાં દરેક ક્ષણે બહારના પ્રશ્નો ઉભા હોય છે અને બીજીબાજુ આંતરિક સંઘર્ષો માં સપડાયેલા હોઈએ છીએ અને તે એકલે હાથે હલ કરવાના હોય છે. આપણે જોઈએ છીએ કે ક્યારેક આપણી વાણીએ પ્રશ્નો ઉભા કર્યા હોય છે, અથવા આપણને કોઈએ કશું કહ્યું તેથી આપણે દુઃખી થઈએ છીએ અથવા આપણે બીજાનું બુરું વિચારીએ છીએ અથવા આપણને લાગે છે કે આપણી સાથે અન્યાય થયો છે અથવા આપણે પોતે અંદરથી શાંતિ નથી અનુભવતા. સંસારિક જીવન નો વ્યવહાર એ સમસ્યાઓનું સંગ્રહસ્થાન છે. એક સમસ્યાનો નિવેડો આવે કે પાછળ બીજી ઉભી થાય છે.

શા માટે આપણને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે? શા માટે આપણે અનંત જન્મો થી ભટક્યા કરીએ છીએ? અટકણના કારણે! હકીકતમાં, પોતાની પાસે આત્મા નો પરમઆનંદ તો હતો જ, પરંતુ પોતે દૈહિક સુખોની અટકણમાં ડૂબી ગયો હતો. આ અટકણ જ્ઞાનીપુરુષની કૃપા થી અને ત્યારબાદ પોતાના પરાક્રમ થી તૂટી શકે.

એક વખત તમને આત્મજ્ઞાન થશે, તો જગત શમી જશે. આ જગત બીજા ની વ્યર્થ ચર્ચામાં વેડફી નાખવા માટે નથી. આ જગત જેમ છે તેમ છે. તેમાં તમારે, ‘પોતા’ની, સેફ સાઈડ શોધવાની છે.

તો ચાલો આપણે ડૂબકી લગાવીએ અને જાણીએ કે આ અક્રમ વિજ્ઞાન કઈ રીતે બંધન, કર્મો, વાણી, પ્રતિક્રમણ, કુદરત ના કાયદા, વગેરેનું વિજ્ઞાન સમજવામાં ઉપયોગી છે જેનાથી બધા સંસારિક સમસ્યાઓના વાવાઝોડા સામે ટકી રહેવું સરળ બને છે.

Product Tags: Aptavani-05-06
Read More
success