• INR
Close

Books

  • Picture of આપ્તવાણી - ૪

આપ્તવાણી - ૪

આ પ્રકાશનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા જાગૃત કેમ કરવો, ધ્યાન, નિયતિ અને મુક્તિ, ધિક્કાર અને તિરસ્કાર, આત્માનો સંસારી ધર્મ, મુક્તિનો ધ્યેય, કર્મનું વિજ્ઞાન વગેરે વિષે પોતાનું જ્ઞાન ખુલ્લું કર્યું છે.

Rs 120.00

Description

તમે આત્મા છો, અને આત્મા આખા વિશ્વનો પ્રકાશક છે. આત્મા તરીકે ‘પોતા’નામાં અનંત શક્તિ છે. અને છતાંપણ, બધી નિસહાયતા, દુઃખ, દર્દ, અસલામતી, ‘પોતે’ અનુભવે છે. આ કેટલું વિરોધાભાસી છે! એનું શું કારણ છે? ‘પોતાને’ ‘પોતાના’ સ્વરૂપ, શક્તિ, સત્તાનું ભાન નથી. એકવાર ‘પોતે’ જાગૃત થશ, તો આખા બ્રહ્માંડની માલિકીનું ભાન થશે.

સામાન્ય રીતે જગત જેને જાગૃત કહે છે,તેને જ્ઞાનીઓ ઉંધે છે એમ કહે છે. આખું જગત ભાવ નિદ્રામાં પડ્યું છે. આ ભવમાં અને હવે પછીના ભવમાં શું ફાયદાકારક છે અને શું નુકશાનકારક છે તેની અજાગૃતિ; ક્રોધ, અહંકાર, કપટ, લોભ, મતભેદ, ચિંતા આ બધા ભાવ નિદ્રાને કારણે, સતત થયા કરે છે.

“ હું જાગૃત છું” એ જાગૃતિ ફક્ત જડની છે. આત્મા તેનાથી સંપૂર્ણ જુદો છે. જે આત્માનું વિજ્ઞાન જાણે છે તે ભવચક્રથી મુક્ત થાય છે (જીવનમુક્ત).

આ પ્રકાશનમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા જાગૃત કેમ કરવો, ધ્યાન, નિયતિ અને મુક્તિ, ધિક્કાર અને તિરસ્કાર, આત્માનો સંસારી ધર્મ, મુક્તિનો ધ્યેય, કર્મનું વિજ્ઞાન વગેરે વિષે પોતાનું જ્ઞાન ખુલ્લું કર્યું છે.

જેઓ આત્માનો ખરો અર્થ શોધી રહ્યા છે તેમને આવું વાંચન જાગૃતિ વધારી અને મુક્તિના માર્ગે આગળ લઇ જશે.

Product Tags: Aptavani-04
Read More
success