Description
જગત કોણે બનાવ્યું? શું આ જગત તમારા માટે એક કોયડો છે? આ બધું કેમ ચાલે છે તેનું તમને આશ્ચર્ય થાય છે? આપણો આત્મા કેમ અનંત કાળથી ભટક્યા કરે છે? કર્તા કોણ છે? ધર્મ શું છે? મુક્તિ શું છે? ધર્મ કરતાં અધ્યાત્મ કઈ રીતે અલગ છે? શુદ્ધાત્મા શું છે? મન, વચન અને કાયાના કાર્યો શા છે? સંસારી સંબંધો કેવીરીતે સાચવવા? પ્રારબ્ધ અને પુરુષાર્થના ફરકને કેવીરીતે ઓળખાવો? અહંકાર શું છે? ક્રોધ, માન, માયા, લોભનું કારણ શું છે?
જેને મુક્તિ વિષે જિજ્ઞાસા છે, અથવા જેને મુક્તિ જોઈએ છે તેને જીવનમાં આવા ઘણા બધા સવાલો અને કોયડાઓ હશે. આત્માનું જ્ઞાન એ, બધાનો અંતિમ ધ્યેય છે. આત્માના જ્ઞાન વિના મુક્તિ નથી. આ જ્ઞાન જ્ઞાનીના હ્રદયમાં છે. પરમ પૂજ્ય દાદાશ્રીના હ્રદય માંથી સીધા આવેલા આ જ્ઞાનનું અને જુદા જુદા કોયડાઓના જવાબોનું આ પુસ્તકમાં સંકલન કરવામાં આવ્યું છે.
જ્ઞાનનું આ પવિત્ર પુસ્તક મુખ્યત્વે જેમનું વૈજ્ઞાનિક મન છે, જેઓ સંસારિક જીવનના ભોગવટાથી મુક્ત આત્માની શાંતિનું શરણું શોધે છે, તેમને માટે છે.