• INR
Close

Kids

  • Picture of દાદા ભગવાન ભાગ 5

દાદા ભગવાન ભાગ 5

વૃક્ષની મહાનતા તેના બીજમાં હોય છે. દાદા તેમની આસપાસ કેવા બીજ વાવી રહ્યા હતા?

Rs 45.00

Description

દાદા ભગવાન આ કાળના એક મહાન જ્ઞાનીપુરુષ થઈ ગયા. રોજીંદા જીવનમાં બનતા દરેક પ્રસંગોને જોવાની અને એમાંથી તારણ કાઢવાની એમની પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી. જીવનના દરેક તબક્કે ઉભા થતા ગૂંચવાડામાં તેઓ પોતાની જાતને જ પ્રશ્નો પૂછતા અને એના પર વીચાર કરી કરીને એમાંથી ઉકેલ મેળવતા.

પ્રસંગો તો આપણા જીવનમાં જેવા બનતા હોય છે એવા જ જ્ઞાનીના જીવનમાં પણ બનતા હોય છે પણ આપણે એ પ્રસંગોનો નિકાલ કરીએ અને જ્ઞાની નિકાલ કરે એમાં બહુ ફરક હોય છે. દાદા ભગવાનના જીવન પ્રસંગોને ચિત્રવાર્તાના રુપમાં આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યા છે, બાળપણથી જ એમનામાં પાંગરેલી બોધકળા અને જ્ઞાનકળા, એમના વ્યવહારના દરેક ગૂંચવાડાનો, ખૂબ સરળતાથી અને કોઈને ય દુઃખ ન પહોંચે એ રીતે ઉકેલ લાવી આપતી. આવી ઘણી ચાવીઓ આપણને આ પુસ્તકમાંથી મળશે, જે વાંચનારને પોતાના જીવનમાં ઉભા થતા ગૂંચવાડાનો સરળતાથી ઉકેલ લાવવાની દ્રષ્ટિ ખૂલી કરશે.  

Read More
success