Description
પુસ્તકોની આ શ્રેણીમાં પ્રભાવશાળી પ્રેરણાદાયી પુરુષ શ્રી અંબાલાલ મુળજીભાઈ પટેલના જીવન પ્રસંગોને સચિત્ર દર્શાવવામાં આવ્યા છે. ઉચ્ચ સમજણ શકિત અને નૈતિક મૂલ્યોથી પ્રેરાઈને આખરે તેઓ અજોડ ‘આત્મજ્ઞાની’ પુરુષ પરમ પૂજ્ય દાદાભગવાન બન્યા, કે જેમણે આધ્યાત્મિક જગતનો જ ક્રમ બદલાવી નાખ્યો.
આ ત્રીજા પુસ્તકમાં (આ ત્રીજા ભાગમાં) અંબાલાલની દરેક બાબતોમાં અસાધારણ (આગવી) આંતરદૃષ્ટિનાં પ્રસંગોને સચિત્ર દર્શાવેલ છે. “આવું કેમ બન્યું?... આવું મારી સાથે જ કેમ બન્યું?” વગેરે. આ પ્રશ્નોનાં વ્યવહારિક ઉકેલો શોધતા આપણે અવારનવાર બીજાની ભૂલ જોઈને, એકબીજા પર દોષારોપણ કરીને, દલીલો કરીને, આપણા પોતાનાં દૃષ્ટિકોણનો આગ્રહ રાખીએ છીએ. જો આપણે વૈજ્ઞાનિક રીતે કેવીરીતે ઉપાયો શોધવા તે શીખી લઈએ તો તે કેવું અદભૂત? પછી આખું જગત નિર્દોષ દેખાશે! આ જ જીવન જીવવાની સાચી કળા છે જે આ પુસ્તકમાં આપેલા અંબાલાલનાં અનુભવો પરથી શીખી શકાય.
આ પુસ્તક તેમના રોજિંદા જીવનનાં સામાન્ય પ્રસંગોનું અસામાન્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પૃથ્થકરણ કરવાની તેમની અદભુત ક્ષમતાને પ્રદર્શિત કરે છે.