• INR
Close

Kids

  • Picture of દાદા ભગવાન ભાગ - 4

દાદા ભગવાન ભાગ - 4

અંબાલાલાભાઈ પટેલ કે જે પાછળથી જ્ઞાનીપુરુષ દાદા ભગવાનના નામથી ઓળખાયા,એમની જીવનકથા, ચિત્રવાર્તાના રુપમાં દાદા ભગવાન નામની સિરીઝમાં દર્શાવામાં આવી છે.આ પુસ્તક એનો ચોથો ભાગ છે.આ ભાગમાં એમના લગ્નજીવન અને ધંધાકીય વ્યવહારના ઘણા પ્રેરણાદાયક પ્રસંગો મૂકવામાં આવ્યા છે.

Rs 45.00

Description

દાદા ભગવાન આ કાળના એક મહાન જ્ઞાનીપુરુષ થઈ ગયા. રોજીંદા જીવનમાં બનતા દરેક પ્રસંગોને જોવાની અને એમાંથી તારણ કાઢવાની એમની પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિ હતી. જીવનના દરેક તબક્કે ઉભા થતા ગૂંચવાડામાં તેઓ પોતાની જાતને જ પ્રશ્નો પૂછતા અને એના પર વીચાર કરી કરીને એમાંથી ઉકેલ મેળવતા.

પ્રસંગો તો આપણા જીવનમાં જેવા બનતા હોય છે એવા જ જ્ઞાનીના જીવનમાં પણ બનતા હોય છે પણ આપણે એ પ્રસંગોનો નિકાલ કરીએ અને જ્ઞાની નિકાલ કરે એમાં બહુ ફરક હોય છે. દાદા ભગવાનના જીવન પ્રસંગોને ચિત્રવાર્તાના રુપમાં આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યા છે, બાળપણથી જ એમનામાં પાંગરેલી બોધકળા અને જ્ઞાનકળા, એમના વ્યવહારના દરેક ગૂંચવાડાનો, ખૂબ સરળતાથી અને કોઈને ય દુઃખ ન પહોંચે એ રીતે ઉકેલ લાવી આપતી. આવી ઘણી ચાવીઓ આપણને આ પુસ્તકમાંથી મળશે, જે વાંચનારને પોતાના જીવનમાં ઉભા થતા ગૂંચવાડાનો સરળતાથી ઉકેલ લાવવાની દ્રષ્ટિ ખૂલી કરશે.  

Read More
success