• INR
Close

Books

  • Picture of વાણીનો સિદ્ધાંત - ગ્રંથ

વાણીનો સિદ્ધાંત - ગ્રંથ

પ્રસ્તુત પુસ્તક વાચકને વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં? તેમ જ પોતાની કડવી વાણી, આઘાતી વાણી હોય, તો તેને કઈ સમજણે ફેરફાર કરવો? તેનું માર્ગદર્શન આપે છે. (પ્રસ્તુત પુસ્તકનું વાંચન) વાચક ઘર અને બહારનાં બધાં જ વ્યવહારોમાં (સંબંધોમાં) પોતે કેવીરીતે કલેશ રહિત બનવું તે શીખી શકે છે.

Rs 120.00

Description

સવારે જાગ્યા ત્યાંથી સૂતાં સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકને ચાલતો જ હોય છે ! અરે ઊંઘમાં ય કેટલાંક બબડતા હોય છે !!! વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે. કડવો યા તો મીઠો ! ઘણી વખત, આપણાથી એવું બોલાઈ જાય છે જે આપણે ઈચ્છતા નહોતા અને પછી તેનો પસ્તાવો કરીએ છીએ.

પ્રસ્તુત પુસ્તકમાં જ્ઞાની પુરુષ, દાદાશ્રીએ વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ અને સૈદ્ધાંતિક ફોડની જબરદસ્ત સમજણ આપી છે. દાદાશ્રી વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ-પત્ની વચ્ચે, મા-બાપ છોકરાં વચ્ચે, નોકર- શેઠ વચ્ચે, જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ કે કોઈને દુઃખ ન થાય, તેના પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. સાથે સાથે દાદાશ્રી કોઈના તરફથી આવતી કડવી (કટુ) વાણી સામે સમતાથી કેવીરીતે વર્તવું તેનો ઉકેલ આપે છે.

પ્રસ્તુત પુસ્તક વાચકને વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં? તેમ જ પોતાની કડવી વાણી, આઘાતી વાણી હોય, તો તેને કઈ સમજણે ફેરફાર કરવો? તેનું માર્ગદર્શન આપે છે. (પ્રસ્તુત પુસ્તકનું વાંચન) વાચક ઘર અને બહારનાં બધાં જ વ્યવહારોમાં (સંબંધોમાં) પોતે કેવીરીતે કલેશ રહિત બનવું તે શીખી શકે છે.

Read More
success