• GBP
Close

Books

  • Picture of પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ)

પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રંથ)

આ પતિ – પત્ની નો દિવ્ય વ્યવહાર પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહારને લગતા દરેક જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે; જે તેમના સબંધની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

£1.82

Description

આ કાળના પુરુષો અને સ્ત્રીઓમાં જન્મજાત સ્વભાવથી થતી સમસ્યાઓ ભરપૂર છે, જે મતભેદ, અથડામણ અને વાદવિવાદમાં પરિણમે છે. સતયુગમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે બહુ ઓછી સમસ્યાઓ હતી કારણ કે જન્મજાત સરળતાને કારણે તેઓ એકબીજા સાથે સહેલાઈથી એડજસ્ટ થઇ શકતા. અત્યારે કળિયુગમાં પુરુષો અને સ્ત્રીઓના વ્યક્તિગત સ્વભાવને કારણે હુંસાતુંસી થાય છે. પરણેલાઓને  સતત એકબીજા સાથે મતભેદ થાય છે અને તેથી તેમને તેમના સહજીવનમાં સુમેળ લાગતો નથી. આ કળિયુગમાં સતત સંઘર્ષ અને તણાવ વચ્ચે પરણેલા કેવી રીતે સુમેળ અને સ્વતંત્રતા મેળવી શકે?

આ પતિ – પત્ની નો દિવ્ય વ્યવહાર પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના વ્યવહારને લગતા દરેક જાતના પ્રશ્નોના જવાબ આપ્યા છે; જે તેમના સબંધની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે; જેથી તેઓ સુખી લગ્ન જીવન જીવી શકે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા, પરંતુ તેમને તેમની પત્ની જોડે આખા જીવનમાં એકપણ મતભેદ થયો ન હતો. આધ્યાત્મિક જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધે પૂછાયેલા હજારો પ્રશ્નોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને જીવન સુમેળથી જીવવું છે, પોતાના જીવનનો હેતુ શોધવો છે અને શુદ્ધ પ્રેમ મેળવવો છે એવા બધા પરણેલા જોડકાઓને આત્મોદ્ધારના પંથે ચડાવવામાં પરમ પૂજ્ય દાદાશ્રી નિમિત્ત બન્યા છે.

Read More
success