• GBP
Close

Books

  • Picture of પતિ-પત્ની નો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત)

પતિ-પત્ની નો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત)

પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા છતાં તેમને આખી જિંદગીમાં તેમના પત્ની સાથે એકપણ મતભેદ થયો ન હતો. આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધી પૂછાયેલા સવાલ-જવાબનો સંગ્રહ કરાયો છે.

£0.27

Description

શાંતિ કેમ પ્રવર્તી શકે? શાંતિ માટે, તમારે ધર્મ (પોતાની ફરજો, નૈતિક આચરણના સિદ્ધાંતો ) સમજવો પડશે. તમારે ઘરમાં બધાને કહેવું, “ આપણે કંઈ એકબીજાના દુશ્મન નથી; કોઈના એકબીજા સાથે ઝઘડા ન હોવા જોઈએ. મતભેદની કોઈ જરૂર નથી. આપણી પાસે જે છે તેને એકબીજામાં વહેંચીને આપણે સુખી રહીએ.” આપણે આ રીતે વિચારવું અને કરવું જોઈએ. આપણે ઘરની વ્યક્તિઓ સાથે ક્યારેય પણ ઝઘડવું ન જોઈએ. જેમની સાથે એક જ ઘરમાં રહેવાનું છે તેમની સાથે આપણે શા માટે ઝગડીએ? બીજાને દુઃખી કરી ને કોઈ ક્યારેય સુખી થયું નથી. આપણે સુખ આપી ને સુખી થવા માંગીએ છીએ. ઘરમાં બીજાને સુખી કરીને જ આપણે સુખી થઈ શકીશું. આ સમજણ વડે અથડામણ ટાળશું તો આપણને સ્મિત સાથે સરસ મજાની ચા મળશે. નહિ તો આપણને ચા મળે તેનાથી પહેલાં જ તેઓ તેને બગાડી દેશે.

“પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર” આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પતિ અને પત્નીના સંબંધોની સમસ્યાઓ ઉકલી શકે અને સુખી લગ્ન જીવન જીવી શકાય, તેને લગતા દરેક જાતના સવાલોના જવાબો આપ્યા છે. પરમ પૂજ્ય દાદાશ્રી પણ પરણેલા હતા છતાં તેમને આખી જિંદગીમાં તેમના પત્ની સાથે એકપણ મતભેદ થયો ન હતો. આ પુસ્તકમાં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછીના ત્રીસ વરસોમાં આ સંબંધી  પૂછાયેલા સવાલ-જવાબનો સંગ્રહ કરાયો છે.

લગ્ન જીવન ને સુખી કરવાની બધી ચાવીઓ ‘અક્રમ વિજ્ઞાન’માં મળશે.

Read More
success