Description
પ્રાણીઓ, જીવજંતુ અને નાના જીવોને મારવા તે દ્રવ્ય હિંસા છે. અને બીજાને માનસિક સંતાપ આપવો, બીજા ઉપર ક્રોધ કરવો તે ભાવ હિંસા છે. માણસ ખૂબ જ પ્રયત્ન કરે છતાંપણ અહિંસક રહેવું અઘરું છે. હકીકત માં ક્રોધ, મિથ્યાભિમાન, આસક્તિ, લોભ એ ખરી હિંસા છે. દ્રવ્ય હિંસા કુદરતના કાયદા પ્રમાણે ચાલ્યા કરે છે અને તે કોઈના વશમાં નથી.
કષાય ( ખરાબ ભાવ, વર્તન કે વાણી ) એ સૌથી મોટી હિંસા છે અને તેથી ભગવાને કહ્યું કે સૌથી વધારે મહત્વનું કષાય ન કરવા તે છે. આ પ્રકારની હિંસા એટલે સ્વ હિંસા અથવા ભાવ હિંસા. જો દ્રવ્ય હિંસા થાય, તો તેને થવા દો, પરંતુ કોઈપણ સંજોગો માં ભાવ હિંસા ના થવા દેવી જોઈએ. તેને બદલે લોકો દ્રવ્ય હિંસા રોકવાના પ્રયત્નો કરે છે અને ભાવ હિંસા કર્યે રાખે છે.
જો કોઈ વ્યક્તિ પોતાના મનમાં નિશ્ચય કરે કે કોઈપણ સંજોગોમાં તે કોઈ જીવ ને નહિ મારે તો તે કોઈપણ જીવ હિંસામાં નિમિત્ત નહિ બને. એવા લોકો છે જેઓ દ્રવ્ય હિંસા રોકવા મક્કમ છે. તેઓ દેખીતી જીવ હિંસા અટકાવી શકશે. છતાંપણ જો તેઓ વેપારમાં પોતાની બુદ્ધિથી બીજાનો ફાયદો ઉઠાવે છે તો અને પોતાના લોભથી તેઓ ભાવ હિંસા કરવાનું ચાલુ જ રાખે છે. આ બધી હિંસા જ છે.
સ્થૂળ કે સૂક્ષ્મ, હિંસા અહિંસા વિષે જ્ઞાની પુરુષે જાતે ખુલ્લું કર્યું છે તે પ્રમાણે આગળ વધારો જાણો.
જેઓ અહિંસા પાળી ને મુક્તિના માર્ગે આગળ વધવા માગે છે તેને આ વાંચન નિશંક રીતે મદદગાર સાબિત થશે.