Description
પરમ પૂજ્ય દાદાશ્રીનો નાનપણથી જ અપકાર કરનાર પરપણ ઉપકાર કરવાનો સ્વભાવ,કોઈ દુઃખીને જોઈ જ ન શકે, એને હેલ્પ કરવા સર્વસ્વ હોડમાં મૂકી દે એવા હૃદયમાર્ગી! વળી શૌર્યતા, નીડરતા જેવા ગુણોને લીધે અતિમુશ્કેલ પરિસ્થિતિમાં પાછા ન પડે ને ઉકેલ લાવી નાખતા.
ઘણા પ્રસંગોમાં અહંકાર અને માનના સૂક્ષ્મ પર્યાયોનું જે રીતે તેઓશ્રી વર્ણન કરે છે, તે જોતા જ્ઞાન થતા પૂર્વેનું એમનું ઊંચું ડેવલપમેન્ટ સ્પષ્ટ દેખાઈ આવે છે.નવીનતમ બોધકળાઓ, એમની વ્યવહારુકતા, વિપુલમતિ, અસામાન્ય કોઠાસૂઝ, વિચક્ષણ સમયસૂચકતા, બે વ્યક્તિ વચ્ચે વેલ્ડિંગ કરવાની અનોખી કળા ઈત્યાદિ વિશિષ્ટતાઓ રસપ્રદ પ્રસંગો દ્વારા અત્રે જાણવા મળે છે.