પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની સ્યાદવાદ વાણી સાંભળવાનો અમૂલ્ય લહાવો પ્રાપ્ત કરો અને મેળવો આધ્યાત્મિક પ્રગતિના સોપાનો અહી.
આ કળિકાળે જ્ઞાની પુરુષની સાક્ષાત સરસ્વતી સમી સ્યાદવાદ વાણીનો અદભૂત સંગમ આપણને સહુને પ્રાપ્ત થયો છે. સર્વે મોક્ષાર્થી મુમુક્ષુઓના તમામ પ્રકારના પ્રશ્નોનું સંતોષકારી નિરાકરણ આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની ચેતનમય જ્ઞાનવાણી દ્વારા આ કાળે શક્ય છે. માટે ચૂકશો નહિ આ અમૂલ્ય તક કે જે વ્યવહારિક ઉકેલ સાથે અદભૂત આધ્યાત્મિક ફોડ પણ પૂરા પાડે છે!