• INR
Close

Books

  • Picture of આપ્તવાણી - ૧૪ ભાગ - ૩

આપ્તવાણી - ૧૪ ભાગ - ૩

આપ્તવાણી ૧૪, ભાગ ૩ માં પ્રકાશિત પ્રશ્નોત્તરી સત્સંગમાં પરમ પૂજ્ય દાદાશ્રી આત્મજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ ખુલ્લી કરે છે. મેળવો આ અમૂલ્ય સમજણ પ્રસ્તુત ગ્રંથ દ્વારા!

Rs 200.00

Description

આપ્તવાણી ૧૪, ભાગ માં પ્રકાશિત પ્રશ્નોત્તરી સત્સંગમાં પરમ પૂજ્ય દાદાશ્રી આત્મજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન દશા સુધી પહોંચવા માટેની બધી સમજણ ખુલ્લી કરે છે.

ખંડ માં આત્માના સ્વરૂપો રીલી, રીલેટીવલી, સંસાર વ્યવહારમાં દરેક રીતે, કર્મ બાંધતી વખતે, કર્મફળ ભોગવતી વખતે અને પોતે મૂળ સ્વરૂપે કોણ છે, એમઅસ્તિત્વના સ્વરૂપો જે જ્ઞાની પુરુષના શ્રીમુખે બોલાયા છે, એના વિગતવાર ફોડ પ્રાપ્ત થાય છે.પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા, પાવર ચેતન, મિશ્રચેતન, નિશ્ચેતન ચેતનઅને મિકેનીકલ ચેતનની જ્ઞાનીની દ્રષ્ટિમાં જે યથાર્થ સમજણ છે તે શબ્દોનામાધ્યમથી પરમ પૂજ્ય દાદાશ્રીની વાણી દ્વારા પ્રાપ્ત થાય છે.

ખંડ માં જ્ઞાન સ્વરૂપની સમજણ, સ્વરૂપના અજ્ઞાનથી લઈને કેવળજ્ઞાન સુધીના પ્રકારો તેમજ જ્ઞાન-દર્શનના વિવિધ પ્રકારોની વિસ્તૃત સમજણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનમાં કુમતિ, કુશ્રુત, કુઅવધિ તથા જ્ઞાનમાં શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાન એમ પાંચ વિભાગ તેમજ દર્શનમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન વગેરેના ધ્યાત્મિક ફોડ પ્રાપ્તથાય છે.

Product Tags: Aptavani-14 Part 3
Read More
success