Description
અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ ઠેર ઠેર મહાત્માઓની વ્યવહારની મૂંઝવણો, આજ્ઞામાં રહેવાની મુશ્કેલીઓ તેમજ સૂક્ષ્મ જાગૃતિમાં કઈ રીતે રહેવું તેના ખુલાસાઓ કરેલા છે.
જાગૃતિમાં ‘હું ચંદુલાલ છું’(વાચકે પોતાનું નામ વાપરવું)ની માન્યતામાંથી ‘હું શુધ્ધાત્મા જ છું’, ‘અકર્તા જ છું’, ‘કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું’. બીજું બધું આગલા ભવમાં ‘ચાર્જ’ કરેલું, તેનું ‘ડિસ્ચાર્જ’ જ છે. ભરેલો માલ જ નીકળે છે, એમાં નવા ‘કૉઝીઝ’ (કારણો) કોઈ સંજોગોમાં ઉત્પન્ન થતાં જ નથી, માત્ર ‘ઇફેક્ટોને’ (અસરોને) જ તમે ‘જુઓ’ છો વગેરે વાતોનો સમાવેશ થાય છે.
આ પુસ્તકમાં દાદાશ્રીની હૃદયસ્પર્શી વાણી સંકલિત કરેલ છે; જેમાં તેમણે જાગૃતિમાં રહેવાની જુદી જુદી રીતોનું વર્ણન કરેલ છે, જે આત્મકલ્યાણ માટે સૌથી મહત્વનું છે. જાગૃતિ પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ પોતાની જાત સાથે જુદાંપણાનું, જાત જોડે વાતચીતનાં પ્રયોગથી કેવી રીતે ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહેવું, કેવીરીતે કર્મનાં ચાર્જ અને ડીસ્ચાર્જનાં સિધ્ધાંતને સમજીને વાપરવું વગેરેનું.. દર્શન ખુલ્લું કર્યું છે.
તો આત્મજાગૃતિ વધારવાં માટે આ પુસ્તક વાંચો જે છેવટે આપણને મોક્ષ તરફ દોરી જશે.