• INR
Close

Books

  • Picture of આપ્તવાણી - ૧૦ (ઉ.)

આપ્તવાણી - ૧૦ (ઉ.)

આપ્તવાણી શ્રેણી ૧૦ ઉત્તરાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રી બુધ્ધિ, સૂઝ અને અહંકાર, તેમના સ્વભાવ અને કાર્યો વિષેનું વિજ્ઞાન ખુલ્લું કરે છે.

Rs 120.00

Description

પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી ૧૦ માં પરમ પૂજ્ય દાદાશ્રીનાં અંતઃકરણના – મન-બુધ્ધિ-ચિત્ત-અહંકાર ચારેય ભાગનું વિવરણ અને ગુણધર્મ સંબંધી સત્સંગનો સમાવેશ થાય છે. તે શેનું બનેલું છે? તેની ઉત્ક્રાંતિ(ડેવલપમેન્ટ) કેવી રીતે થાય છે? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અજ્ઞાન દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તે છે, જ્યારે આત્મસાક્ષાત્કાર પછી અંતઃકરણથી, અને એની પ્રત્યેક અવસ્થા થી મુક્ત દશા માં રહી શકાય છે.

આપ્તવાણી શ્રેણી ૧૦ ઉત્તરાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રી બુધ્ધિ, સૂઝ અને અહંકાર, તેમના સ્વભાવ અને કાર્યો વિષેનું વિજ્ઞાન ખુલ્લું કરે છે.

ઘણીવાર આપણે અનુભવીએ છીએકે આપણી બુધ્ધિ કેટલાંક નિર્ણયો લેવામાં ટેકો આપવાનાં બદલે ડખોડખલ કરે છે. આપણું ચિત્ત આપણી સ્થિરતા ડગાવે છે અથવા આપણે જોઈતી હોય તે વસ્તુઓને દેખાડે છે. આપણું ચિત્ત વ્યકિતઓનાં/સ્થળોનાં માનસિક ફોટોગ્રાફ પાડે છે. આપણો અહંકાર આત્માનુભવ અટકાવે છે અને તે માન અને કીર્તિ માટે ઝંખે છે. પોઝીટીવ કે નેગેટીવ અહંકાર, બંને કામ કરતા હોઈ શકે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ બુધ્ધિ-ચિત્ત-અહંકારના કાર્યોનું વિજ્ઞાન અને આ વિજ્ઞાનની સમજ કેટલી જરૂરી છે તે ખુલ્લું કર્યું છે; જેથી આ અંતઃકરણથી છૂટા રહી શકાય અને તેનાં પરિણામે આત્મા મુકિત પ્રાપ્ત કરી શકે.

Product Tags: Aptavani-10 (U)
Read More
success