• INR
Close

Books

  • Picture of પૈસાનો વ્યવહાર (ગ્રંથ)

પૈસાનો વ્યવહાર (ગ્રંથ)

જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ જેવી જોઈ છે એવી પૈસાની દુનિયાને લગતા આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પૈસો, દાન, અને પૈસાના ઉપયોગને લગતા પોતાના વિચારો રજુ કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે પૈસો ગયા ભવના પુણ્યનું ફળ છે.

Rs 200.00

Description

આપણા જીવનમાં પૈસાનું પોતાનું મહત્વ છે. જગત પૈસા અને મિલકતને એક સૌથી મહત્વની વસ્તુ માને  છે. કંઈ પણ કરવા માટે પૈસો જરૂરી છે તેથી લોકોને પૈસા ઉપર વધારે પ્રેમ છે. તેથી જગતમાં ચારેબાજુ નૈતિક કે અનૈતિક રસ્તે વધારે પૈસો મેળવવા માટે લડાઈઓ થઇ રહી છે. પૈસા અને મિલકતની અસમાન વહેચણીને લીધે લોકો પરેશાન છે. આ ભયંકર કળિયુગમાં, પૈસાની બાબતમાં નૈતિક અને પ્રમાણિક રહેવું બહુ મુશ્કેલ છે.

જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીએ જેવી જોઈ છે એવી પૈસાની દુનિયાને લગતા આ પુસ્તકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ પૈસો, દાન, અને પૈસાના ઉપયોગને લગતા પોતાના વિચારો રજુ કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે પૈસો ગયા ભવના પુણ્યનું ફળ છે. જયારે તમે બીજાને મદદ કરો છો ત્યારે ધનસંપત્તિ તમારી પાસે આવે છે એ સિવાય નહિ. જેને બીજા સાથે વહેચવાની ઈચ્છા છે તેને ધનસંપત્તિ પ્રાપ્ત થાય છે. ચાર પ્રકાર ના દાન છે, અન્ન દાન, ઔષધ દાન, જ્ઞાન દાન અને અભય દાન. પૈસાના વિજ્ઞાનની અણસમજણને કારણે પૈસા માટેનો લોભ ઉભો થયો છે જેનાથી અવતાર પછી અવતાર થયા કરે છે.

તેથી આ પુસ્તક વાંચો, સમજો અને પૈસા માટેના આધ્યાત્મિક વિચારો ગ્રહણ કરો.

Product Tags: Paisano Vyavhar Granth
Read More
success